નેનોકોટ ∞ ACCT નો ઉપયોગ કરવાના નિર્દેશો
નેનોકોટ ∞ ACCT એ રેડી ટુ યુઝ “Ready To Use” પાણી આધારિત મિશ્રણ છે, જે કાટ નિયંત્રણ માટે ત્રણ મહત્ત્વપૂર્ણ ગુણધર્મો ધરાવે છે.
- ACCT ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટીલની સપાટી પર પહેલેથી હાજર કાટ ને દૂર કરે છે.
- સ્ટીલની સપાટી પર પારદર્શક આવરણ રચીને સ્ટીલને વધુ કાટ લાગવા સામે રક્ષણ આપે છે.
- નેનોકોટ સ્ટીલ સાથે પ્રાઇમર/પેઇન્ટ નુ વધુ સારી રીતે બોન્ડિંગ વધારે છે.
ક્યાં વાપરવું: Mild Steel(HR & CR) અને કાસ્ટ આયર્ન પ્રોડક્ટ.
સપાટીની તૈયારી:
- કાટ, ધૂળ, તેલ, મિલ સ્કેલ, પેઈન્ટ અને અન્ય દૂષકોને નેનોકોટ લગાવતા પહેલા સ્ટીલની સપાટી પરથી સંપૂર્ણપણે દૂર કરી દેવા જોઈએ. સ્ટીલની સપાટીને ચોખ્ખા કપડા વડે સાફ કરો, અને નેનોકોટનો ઉપયોગ કરતા પહેલા ખાતરી કરો કે તે સંપૂર્ણપણે સૂકી અને મોઇશ્ચરથી/ભેજ થી મુક્ત હોઇ.
- ટૂલઃ વાયર બ્રશિંગ, ચીપિંગ, સ્ક્રેપિંગ, એમરી-પેપર નંબર ૮૦ <--> અને ૧૨૦થી^ વધુ ક્રોસ-મેથડ દ્વારા ધસવુ/સેન્ડિંગ કરવુ.
- પાવર ટૂલઃ એન્ગલ ગ્રાઇન્ડર સાથે વાયર કપ-બ્રશ, સેન્ડ બ્લાસ્ટિંગ, ગ્રીટ બ્લાસ્ટિંગ, વોટરજેટ વગેરે.
નેનોકોટ ∞ એપ્લિકેશન:
- ઉપયોગ કરતા પહેલા સારી રીતે હલાવો.
- ટૂલઃ બ્રશ, કોટનરોલર અથવા કોટનકાપડ. એપ્લિકેશન અને સંગ્રહ માટે ફક્ત પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ કરો.
પતરાના ડબ્બાનો ઉપયોગ ના કરવો. બ્રશ, કોટનરોલર અથવા કોટનકાપડ નવું વાપરવું. - સ્ટીલની સપાટી પર નેનોકોટ 1 થી 2 કોટ સરખી રીતે લગાવો, જેથી દરેક કોટની વચ્ચે વધુમાં વધુ 15-20 મિનિટ સૂકવણીનો સમય મળી શકે. અંતિમ પરિણામ બ્લેક અથવા સ્ટીલ ફિનિશ હોવું જોઈએ. નેનોકોટ ડીએફટી:10-15 માઇક્રોન
- ટચડ્રાયઃ હવામાન પરિસ્થિતિના આધારે સૂકવવાનો સમય ૩૦* મિનિટથી ૧* કલાક સુધીનો હોય છે.
- હાર્ડડ્રાયઃ ૫-૬ કલાક ફરજિયાત. જ્યાં સુધી તે સંપૂર્ણપણે હાર્ડડ્રાય થાઇનઈ ત્યાં સુધી નેનોકોટ કરેલી સપાટી પર પાણી નો સંપર્ક ટાળો/ટાળવો.
- બ્રશ, કોટન રોલર અને કોટન કાપડ અન્ય સાધનોને પાણી અને સાબુ ના પાણી થી તરત જ સાફ કરવા જોઈએ.
પ્રાઇમર અને ટોપકોટ એપ્લિકેશન:
- કોઈ પણ પ્રાઇમર નો ઉપયોગ કરી શકાય છે.(#Optional)
- નેનોકોટ કરેલી સ્ટીલની સપાટી પર એનેમલ, એપોક્સી, પીયુ કોઈ પણ પેઇન્ટ (ટોપકોટ) કરી શકાય છે.
- ^પ્રાઇમર અને પેઇન્ટ ના ઉત્પાદન મુજબ એસએપી પ્રમાણે ઉપયોગ કરવાનો છે. (SAP: standard application process)
સલામતી પૂર્વ-ચેતવણીઓઃ
- બાળકોની પહોંચથી દૂર રાખો
- હવાઉજાસવાળી જગ્યા પર તેનો ઉપયોગ કરો. ગળવું કે પીવું નહીં. ત્વચા અને આંખો સાથે સીધો સંપર્ક ટાળો.
- પીપીઇઃ રબર અથવા નાઇટ્રિલ ગ્લોવ્ઝ અને સેફ્ટી ચશ્મા પહેરો.
- વધુ વિગતો માટે અમારા ટેકનિકલ નિષ્ણાતની સલાહ લો.
- ઉપયોગ કરતા પહેલા સેફ્ટી ડેટા શીટ વાંચી લો.
સંગ્રહ:
- જ્યારે કન્ટેનર ઉપયોગમાં ન હોય ત્યારે તેને ચુસ્તપણે બંધ રાખો. ઠંડા સૂકા વિસ્તારમાં સીધા સૂર્યના પ્રકાશથી દૂર રાખો.